નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન.

   નવસારી જિલ્લાના પી.એમ.શ્રી શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું આયોજન.

નવસારી જિલ્લામાં પી.એમ.શ્રી GOI તથા પી.એમ.શ્રી-ગુજરાત (GOG) યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓના મુખ્યશિક્ષકો અને શિક્ષકો માટે રાજ્ય બહાર એકસપોઝર વિઝીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસના તા. 03-12-2025ના માર્ગદર્શક પત્ર મુજબ તા. 22 માર્ચથી 26 માર્ચ 2026 દરમિયાન કુલ 5 દિવસીય આ અભ્યાસ પ્રવાસ યોજાયો હતો.


આ વિઝીટનો મુખ્ય હેતુ શિક્ષકોને અન્ય રાજ્યોની શ્રેષ્ઠ શૈક્ષણિક પદ્ધતિઓ, શાળા સંચાલન, નવીનતા તથા પ્રયોગાત્મક અભિગમોથી પરિચિત કરાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર શિક્ષકમિત્રોએ લોનાવાલા, શીરડી, નાસિક અને સાપુતારા ખાતે આવેલી પી.એમ.શ્રી શાળાઓ તેમજ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી.


આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન જિલ્લા UEM કો-ઓર્ડિનેટર નિકેતા બી. દેસાઈ તથા સહ-સંયોજક હિસાબી અધિકારી કિરણ જી. જડે દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.

આ પહેલ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા, નવીનતા અપનાવવા તથા શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.















PM Shri Schools, Navsari District, Exposure Visit, Education Innovation, Teacher Training, School Leadership, Experiential Learning, Educational Tour, Gujarat Education, Best Practices in Education

#PMShri #Navsari #ExposureVisit #TeacherTraining #EducationInnovation #SchoolLeadership #ExperientialLearning #GujaratEducation #BestPractices #EducationalTour


Post a Comment

0 Comments