બેગલેશ ડેની ઉજવણી 2024


બેગલેશ ડે ધોરણ 6 

તા:- 03-08-2024 વાર:- શનિવાર


સામાન્ય જીવન વ્યવહાર ના જરૂરી બાબતોનું જાત અનુકરણના

                 આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-6 માં પ્રિ-વોકેશનલ અંતર્ગત બેગલેશ ડે માં સામાન્ય જીવન વ્યવહાર ના જરૂરી બાબતોનું જાત અનુકરણના માટે બાળકોને  જે અંતર્ગત નીચે મુજબની  વિવિધ પ્રવૃત્તિઓ  કરાવવામાં આવી હતી. કૂકર બંધ કરવું, વ્યવ્હારમાં ગણિતનો ઉપયોગ, રંગોળી, વ્યસનથી થતુ  નૂકશાન,  ફયુઝ  બાંધવો, ખીલ્લી લગાવવી, સ્ક્રુ લગાવવું, ટાયર પંકચર રીપેર ,શરીરની સ્વચ્છતા,મહેંદી વેસ્ટ માંથી બેસ્ટ  જેવી પ્રવુત્તિ કરાવવી હતી. જેમાં 38 બાળકોએ ભાગ લીધો હતો. બાળકોના  સર્વાંગી વિકાસ માટેનો અવસર છે. એનાથી બાળકના મનમાં વિકાસ માટેની અલગ-અલગ દિશા ખૂલે છે. જે તેના ભવિષ્ય માટે તેના મનમાં કશાકનું રોપણ કરી જાય છે. આ બીજારોપણ ભવિષ્યમાં વૃક્ષ બની પાંગરે છે. બેગલેશ-ડે એ તો બાળકોને અભિવયકિત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરવાનો કાર્યક્રમ છે. બાળકોમાં આત્મશ્રધ્ધા અને આત્મવિશ્વાસ પ્રેરવાથી કાર્યશીલતા સંતોષાય છે. સામૂહિક ભાવના વિકસે છે. વિચાર શકિત વિકસે છે. તેમનામાં મૂલ્યોનું ધડતર થાય છે અને અત્મવિશ્વાસ વધે છે.

         આમ આજરોજ બાળકોને ખૂબ મજા આવી...અંતે શાળાના આચાર્યએ બધી પ્રવુત્તિ નિહાળી અને આભાર વ્યકત કર્યો.






Post a Comment

0 Comments