પીએમશ્રી યોજના અંતર્ગત વાડ શાળામાં સર્જનાત્મક કાર્યક્રમ “રંગોત્સવ” યોજાશે.

 પીએમશ્રી યોજના અંતર્ગત વાડ શાળામાં સર્જનાત્મક કાર્યક્રમ “રંગોત્સવ” યોજાશે

વાડ મુખ્ય પ્રાથમિક શાળા (પીએમશ્રી), તા. ખેરગામ, જિ. નવસારી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી કલા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે “રંગોત્સવ” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવનાર તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે શાળા પરિસરમાં યોજાનાર આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો અને કલાત્મક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થશે અને આચાર્યશ્રી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે. કુલ ૧૬ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાનો પરિચય મળશે. ત્યારબાદ પારિતોષિક વિતરણ તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. અંતે આભારવિધિ અને સ્વરૂચિ ભોજનનું આયોજન રહેશે.

પીએમશ્રી યોજના અંતર્ગત શાળાના નવા પ્રકલ્પોની ઝલક પણ રજૂ કરવામાં આવશે. શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિએ વાલીઓ અને ગ્રામજનોને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વિનંતી છે.

Post a Comment

0 Comments