તારીખ 13.06.2023ના રોજ પ્રાથમિક શાળા વાડ મુખ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી...જેમાં વાડ ગામના પ્રથમ નાગરિક અંજલીબેન સરપંચની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં.. તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મચારી, ગામના અગ્રગણ્ય વ્યકિત અને જેને દાતાર કહી શકાય એવા દિનેશભાઈ તથા ચેતનભાઈ, આંગણવાડીના કાર્યકર તથા બાળકો...ની હાજરી માં આ કાર્યક્રમ યોજાયો હતો...
જેમાં સરપંચ શ્રી તરફથી બાલવાટિકામાં પ્રવેશ પામેલ 16 બાળકો ને કીટ આપવામાં આવી તેમજ શાળાના સ્ટાફમાં બેન શ્રીમતી જાગૃતિબેન અને મનીષાબેન તરફથી બેગ આપવામાં આવી તેમજ ધોરણ 1થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને શાળા સ્ટાફ તરફથી કીટ આપી અભિવાદન કરવામાં આવ્યું , તેમજ cet ની પરીક્ષામાં મેઘાબેન કમલેશભાઈ પટેલ ને મેડલ પેહરાવી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું,ત્યારબાદ દિનેશભાઈ તરફથી તમામ બાળકો ને મફત નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર વતી તેમનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું....ત્યાર બાદ શાળાના પટાંગાણમાં મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ટ્રાન્સપોર્ટ માં લાભ લેતા બાળકો ને માટે ગાડી ને લીલીઝંડી બતાવી ગાડીને શરૂ કરવામાં આવી...
સમગ્ર કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો ,આવેલ અધિકારી ગણ, ગ્રામજનો અને વાલીગણ નો આભાર શ્રી ધર્મેશકુમાર એ કર્યું...તમામ બાળકો તથા વાલીગણ માટે શાળા પરિવાર વતી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી...
0 Comments